આપણી જ્ઞાતિના સો વર્ષના ઇતિહાસની ઝાંખી કરાવતો સ્મૃતિ ગ્રંથ
We are feeling delighted to complete 100 years of the establishment of our Mandal and 75 years of the Vidhyarthi Bhuvan in Rajkot in the year 2023. Here is the souvenir published covering this historical milestone along with the history of our community.



માતંગી માં મોઢેશ્વરી તથા મહાકાલ ભગવાન શંકરના આશીર્વાદ તથા સમગ્ર જ્ઞાતિના અનેરા ઉત્સાહથી આપણા મંડળ (ગુજરાતી હાલારી સમવાય ચાતુર્વેદીય મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ હિતેચ્છુ મંડળ) નો શતાબ્દી મહોત્સવ તથા આપણી જ્ઞાતિના રાજકોટ મુકામેના વિદ્યાર્થી ભુવનનો અમૃત મહોત્સવ ખુબજ આનંદ અને ઉલ્લાસભેર શ્રી નંદવાણા બ્રાહ્મણ બોર્ડિંગ, ૨/૫ જાગનાથ પ્લોટ, રાજકોટ મુકામે તા. ૧૪-મે-૨૦૨૩ના રોજ યોજાઈ ગયો. આ સમગ્ર કાર્યક્રમ બે ભાગમાં યોજાયેલ.

૧) આપણા મંડળમાં અત્યાર સુધી વિવિધ હોદ્દાઓ પર માનદ્દ સેવાઓ આપનાર વડીલોનો ઋણસ્વીકાર. ૨) આપણા વિદ્યાર્થી ભુવનમાં રહી વિદ્યાભ્યાસનો લાભ લેનાર વિદ્યાર્થીઓનું સ્નેહમિલન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ.

જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમ માણેલ અને જેઓ કોઈ કારણવશ રૂબરૂ હાજર ન રહી શક્યા તેઓએ YouTube પર આ કાર્યક્રમ લાઈવ નિહાળેલ.

પ્રસ્તુત છે, આ કાર્યક્રમ તેમજ આપણી જ્ઞાતિના સો વર્ષના ઇતિહાસની ઝાંખી કરાવતો સ્મૃતિ ગ્રંથ.